ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે રાજ્યનાં 9 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Weather: આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો 82 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે વિસ્તૃત આગાહી જાહેર કરી છે:
Download ABP Live App and Watch All Latest Videos
View In App26 ઓગસ્ટે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
27 ઓગસ્ટે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કરાયું છે.
અન્ય મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.