Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે. ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,બોટાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ,દાહોદ, મહીસાગર, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાસની આગાહી કરાઈ છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.