Kutch Rain: કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

Kutch Rain: કચ્છના અંજારમાં ધોધમાર વરસાદ, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

અંજારમાં ભારે વરસાદ

1/6
ભુજ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બપોર બાદ કચ્છ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદનો રાઉન્ડ શરુ થયો હતો. પ્રથમ ચોમાસે અંજાર પાણી પાણી થયું છે.
2/6
કચ્છના અંજારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર બે કલાક વરસેલા વરસાદે અંજારને પાણી પાણી કર્યું. અંજારમાં સવા બે ઇંચ ધોધમાર ખાબકતા અંજારની બજારોમાં પાણી વહેતા થયા હતા.
3/6
અંજારની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજારની ખત્રી બઝારમાં પણ પાણી ફરી વળ્યા છે.
4/6
કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંજારના માર્કેટમાં કચ્છની કેસર કેરી ઉપર પાણી ફરી વળ્યું હતું. અંજારમાં ભારે વરસાદના કારણે માર્કેટમાં પાણી ભરાઈ જતા કેરીના બોક્સ પલળી ગયા હતા.
5/6
ખેડૂતો અને વેપારીઓને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. અંજારમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
6/6
image 3
Sponsored Links by Taboola