Amreli Rain: અમરેલીના બગસરા, ખાંભા અને બાબરામાં જોરદાર વરસાદ ખાબક્યો
Amreli Rain: અમરેલીના બગસરા, ખાંભા અને બાબરામાં જોરદાર વરસાદ ખાબક્યો
અમરેલી જિલ્લામાં વરસાદ
1/6
અમરેલી: અમરેલી જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીના બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/6
વડીયાના ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું. વડીયા સહિત આસપાસના મોરવાડા, તોરી, રામપુર, કુંકાવાવ, મેઘાપીપળીયા, અમરાપુર, ખાખરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
3/6
અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના લાસા, ધાવડી અને ભાણિયા જેવા ગામોમાં ભારે વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા.
4/6
અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. પિયાવા, વંડા, ખાલપર, અંકોડા, ફાચરિયા, મેવાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.
5/6
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા, ધારી, બગસરા બાદ બાબરા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરબાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
6/6
ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Published at : 14 Jun 2025 08:02 PM (IST)