Rain Photo: જૂનાગઢ જિલ્લામાં સર્જાઈ તારાજી, અનેક ઘરોમાં પાણી ભરાતા લોકોની સ્થિતિ કફોડી બની
Gujarat Rain: જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે.
પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જુલાઇ બાદ વરસાદનું જોર વઘશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.
કેશોદના નાની ઘંસારી ગામે પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયા છે. શાળાના ઓરડા સુધી પાણી પહોંચી જતા સ્થિતિ વિકટ બની છે