Amreli Rain: સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
1/6
અમરેલી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
2/6
શહેરમાં અનેક વિસ્તારોમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયાં છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
3/6
સાવરકુંડલા શહેરના પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી, જેસર રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
4/6
ગ્રામ્યના મોટા જિંજુડા, પીઠવડી, સેંજળ મેવાસા નાળ પિયાવા, વંડા સહિતના વિસ્તારો પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા પંથકમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
5/6
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે બંધ થયો છે. ડાયવર્ઝનની કામગીરીને પગલે પાણી ફરી વળ્યા છે. સાવરકુંડલા-મહુવા હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા.
6/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમેરલી જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Published at : 20 Aug 2025 01:58 PM (IST)