Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
સુરત જિલ્લાના ઉમરપાડા, ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબાકાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા. ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઉમરપાડામાં સીઝનનો 111.36 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડ તાલુકામાં સીઝનનો 54.08 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમરપાડામાં છેલ્લા એક કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદમાં પણ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સ્ટેશન રોડ, દર્પણ રોડ, ગાંધી ગાર્ડન પાસે પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર્પણ રોડ પર પાણી ભરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો.
ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. સ્ટેશન રોડ, દર્પણ રોડ, ગાંધી ગાર્ડન સહિતના વિસ્તારોના રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. સવારે સ્કૂલ અને નોકરી-ધંધા પર જતા લોકો પાણીમાં પસાર થવા મજબૂર બન્યા હતા
છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગણદેવીમાં સાડા ત્રણ ઈંચ, સાગબારામાં સાડા ત્રણ ઈંચ, સિંગવડમાં અઢી ઈંચ, વાપીમાં પોણા બે ઈંચ, ડેડિયાપાડા, નસવાડીમાં પોણા બે ઈંચ, દેવગઢ બારીયા, લીમખેડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના છ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, તો મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ,પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.