Valsad Rain: વલસાડ જિલ્લામાં જળબંબાકાર, શેહરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
Valsad Rain: વલસાડ જિલ્લામાં જળબંબાકાર, શેહરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત, જુઓ તસવીરો
વલસાડ જિલ્લામાં જળબંબાકાર
1/5
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ ને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે. આજે વહેલી સવારથી જ અહીં મેઘરાજા મહેરબાન થયા છે.
2/5
ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. સંજાણમાં પણ ચાર રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. રાહદારીઓને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
3/5
વાપી જીઆઇડીસી વિસ્તારમાં 5 ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. વાપી જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં જવા માટે પણ કામદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
4/5
રસ્તા પર ઘુટણ સમા પાણી જોવા મળી રહ્યા હતા. ત્યારે કેટલીક કંપનીઓના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. કંપનીની બહાર જાહેર રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
5/5
વલસાડ જિલ્લામાં હજી આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લાનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.
Published at : 30 Jun 2024 06:21 PM (IST)