Anand Rain: આણંદ શહેરમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Anand Rain: આણંદ શહેરમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આણંદ શહેરમાં મુશળધાર વરસાદ

1/6
આણંદ: આણંદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આણંદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે.
2/6
મુશળધાર વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
3/6
ગ્રામ્ય પંથકમાં વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ અને ચિખોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આણંદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
4/6
આણંદ શહેરના અનેક રસ્તાઓ પર વરસાદને લઈ પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ વરસાદી પાણીમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે.
5/6
આણંદ શહેરના 100 ફૂટ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. અમદાવાદ-બરોડા હાઇવે ઉપર પણ વરસાદ વરસી રહ્યો છે.
6/6
હવામાન વિભાગ દ્વારા પણ આણંદ અને ખેડા જિલ્લામાં મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાનની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.
Sponsored Links by Taboola