Junagadh Rain: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો પાણી-પાણી
Junagadh Rain: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો પાણી-પાણી
જૂનાગઢમાં વરસાદ
1/6
જૂનાગઢ: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે સતત બીજા દિવસે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/6
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જોશીપુરા, બસ સ્ટેન્ડ, મોતી બાગ, ટીમ્બાવાડી સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.
3/6
જૂનાગઢ જિલ્લામાં મહદ અંશે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું. જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે.
4/6
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી.હવામાનની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
5/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર,મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6/6
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 16 Jun 2025 08:08 PM (IST)