આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Forecast: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચૂક્યો છે 20.15 ટકા વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.15 ટકા, તો કચ્છમાં વરસ્યો 25.59 ટકા વરસાદ પડ્યો છે.
ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 20.97 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 13.71 ટકા, મધ્ય ગુજરાતમાં સિઝનનો 12.95 ટકા વરસાદ વરસાદ વરસી ચૂક્યો છે.
ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થશે વધુ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું થઈ શકે છે નિર્માણ. રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં વરસી શકે છે હળવો વરસાદ.