Kutch Rain: કચ્છના ગાંધીધામમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Kutch Rain: કચ્છના ગાંધીધામમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગાંધીધામમાં ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ

1/6
કચ્છ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છા જિલ્લામાં મેઘરાજા સવારથી જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં જોરદાર વરસાદ વરસ્યો છે.
2/6
ભારે વરસાદના કારણે ગાંધીધામમાં ઇફ્કો, બસ સ્ટેશન વિસ્તાર, જુની કોર્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
3/6
ગાંધીધામમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા રસ્તા ઉપરથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
4/6
આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કચ્છના ગાંધીધામમાં અત્યાર સુધી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
5/6
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપતમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
6/6
આગામી બે દિવસ સુધી કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે બે દિવસ સુધી અહીં વરસાદી માહોલ રહેશે.
Sponsored Links by Taboola