Amreli Rain: ધારી પંથકમાં ધોધમાર વરસાદ, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

Amreli Rain: ધારી પંથકમાં ધોધમાર વરસાદ, નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ધારી પંથકમાં વરસાદ

1/6
અમરેલી: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધારી અને ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
2/6
ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધારી ગીરના મોણવેલ, વાવડી, દલખાણીયા, હાલરીયા, લાખાપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
3/6
વીજળીના કડાકા ભડાકા સાથે ધારી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે પણ અમરેલી જિલ્લામાં આજે વરસાદની આગાહી કરી હતી. ધારી ગીરની સ્થાનીક નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
4/6
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ધારી ગીરના ખેતીપાકોને વ્યાપક નુકશાનની શક્યતા છે. કેરીની સાથે તલ, મગ સહિતના પાકોને નુકશાન થવાની શક્યતા છે.
5/6
ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
6/6
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.
Sponsored Links by Taboola