Rain Maps: આજે ઉત્તર ગુજરાતમાં આગાહી, આગામી 8 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં થશે મેઘતાંડવ, જુઓ વરસાદી મેપ તસવીરો
Rain Forecast: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે 5 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકશે, જેમાં સૌથી વધુ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. ત્રણ વરસાદ સિસ્ટમો સક્રિય થઇ ગઇ છે.
6 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ અનુસાર, કચ્છ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત આજે આજે દાહોદ, મહીસાગર,અરવલ્લીમાં પણ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની પુરેપુરી સંભાવના છે.
આગામી 7મી સપ્ટેમ્બરના રોજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમા ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લૉનિક સર્ક્યૂલેશન સહિત અન્ય બે સિસ્ટમ વરસાદ લાવવામાં કારણભૂત બનશે
8મી સપ્ટેમ્બરના રોજ માત્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડની સાથે સાથે દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે. જોકે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું અનુમાન નહીંવત છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે, રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે.