ગુજરાતમાં આગામી 4 દિવસ 'મેઘરાજા' ધુમ મચાવશે! 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ જાહેર

Gujarat Rain Alert: ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે, કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા.

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેનું જોર બતાવશે.

1/5
Gujarat Weather Alert: આજે, 12 જુલાઈના રોજ, હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
2/5
આવતીકાલે, રવિવારે (13 જુલાઈ), વરસાદનું જોર વધવાની શક્યતા છે. અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
3/5
હવામાન વિભાગે 14 અને 15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
4/5
આ જિલ્લાઓમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે, જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
5/5
ત્યારબાદ, 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
Sponsored Links by Taboola