Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આજે દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
2/6
જ્યારે 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલની પણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
3/6
જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર, ખેડા, દાહોદ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4/6
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
5/6
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
6/6
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
Sponsored Links by Taboola