Gujarat Rain: આગામી 3 કલાકમાં આ બે જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Alert: રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા.
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ વાગ્યા સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1/5
આ ઉપરાંત, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
2/5
જ્યારે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
3/5
રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થતા આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના હાલોલમાં સૌથી વધુ ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. આજના એક જ દિવસમાં રાજ્યના કુલ ૧૧૬ તાલુકામાં હળવાથી લઈ ૧૦ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
4/5
હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ, એટલે કે ૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.
5/5
આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સંજોગોમાં દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Published at : 30 Aug 2025 07:32 PM (IST)