Rain Alert: રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

Rain Alert: રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6
આ વિસ્તારોમાં વિજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
3/6
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
4/6
નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.
5/6
ઉત્તર-મધ્ય ગુજરાત, કચ્છમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપ્યું છે.
6/6
રાજ્યમાં ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
Sponsored Links by Taboola