કચ્છમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! વેગડી, વિજય સાગર, કંકાવતી, ખારોડ ડેમ ઓવરફ્લો! રસ્તાઓ તૂટ્યા, ગામો સંપર્ક વિહોણા

Kutch Rain: ગાંધીધામના બજારોમાં પાણી ભરાયા, નદીઓ બે કાંઠે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત.

Kutch Rain: ગુજરાતના કચ્છ જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળાશયો છલકાઈ ગયા છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે.

1/5
વરસાદથી છલકાયા ડેમ અને નદીઓ - કચ્છમાં વરસેલા ભારે વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં વેગડી ડેમ, વિજય સાગર ડેમ, રાજડા ડેમ, કંકાવતી ડેમ અને શેરડી ભાડઈનો ખારોડ ડેમ મુખ્ય છે.
2/5
આ ઉપરાંત, ભૂખી નદી અને નખત્રાણા નજીક ભીટારા ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. નખત્રાણાના દેવીસર તળાવ માં પણ પાણીની સારી આવક નોંધાઈ છે, જ્યારે અબડાસાના નુંધાતડ ગામની નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.
3/5
શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા - ગાંધીધામમાં વરસાદને કારણે સથવારા નગર, ભારત નગર, મહેશ્વરી નગર, સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર અને મુખ્ય ગાંધી માર્કેટ સહિતના બજારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તેવી જ રીતે, ભુજ રેલવે સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ જતા અનેક મુસાફરોને મુશ્કેલી પડી હતી અને ફસાયેલા વાહનોને ટોઈંગ કરવાની ફરજ પડી હતી.
4/5
રસ્તાઓ અને સંપર્ક પર અસર - માંડવી તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે હમલા-રતડિયા રોડ તૂટી જતાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. નખત્રાણાના વડવા ભોપા પાસેના ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું હતું.
5/5
સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદની આ સ્થિતિથી ખેડૂતો અને જળાશયો માટે રાહત છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક લોકોની દિનચર્યા પર અસર પડી છે.
Sponsored Links by Taboola