Bhavnagar Rain: મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર, સોસાયટીઓમાં ભરાયા પાણી

ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા.

Continues below advertisement

ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

Continues below advertisement
1/7
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મહુવાની સોસાયટીઓમાં કમોસમી વરસાદના પાણી ભરાયા હતા. ગાંધી બાગ, શાકમાર્કેટ, કોલેજ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગર જિલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ સુધીમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો.
2/7
ભાવનગરના મહુવા તાલુકામાં 12 કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકામાં 11 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. મહુવા તાલુકાના ખરેડ ગામના કોઝવે પર પાણી વહેતા થયા હતા. કોઝ-વે પર નદીની જેમ વરસાદના પાણી વહેતા થયા હતા. મહુવા- ખરેડ કોઝ-વે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો. મહુવાના ટાઉન વિસ્તારના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.
3/7
ભાવનગરમાં મૂશળધાર વરસાદના કારણે બોર તળાવ ઓવરફ્લો થયો હતો. બોર તળાવના 7 દરવાજાની ઉપરથી પાણી વહી રહ્યું છે. ભાવનગરમાં મોડી રાત અને સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોર તળાવની સપાટી 44 ફૂટને પાર પહોંચી ગઇ હતી.
4/7
ભાવનગરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં ગત મોડી સાંજથી સતત વરસાદ વરસી રહ્યો છે. કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મઢીયા રોડ, નારી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
5/7
ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલ્લભીપુર તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્રણ ઈંચ વરસાદના પગલે વલ્લભીપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયાના ખેડૂતો બરબાદ થયા હતા. માલપરા ગામમાં ખેડૂતોના કપાસ, મગફળીના પાકને નુકસાન થયું છે.
Continues below advertisement
6/7
ભાવનગરના કૈલાશ વાટિકા ગાર્ડનમાં પાણી ભરાયા હતા. કૈલાશ વાટિકાના ગાર્ડનમાં તળાવના પાણી ઘૂસ્યા હતા. 10 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનમાં પાણી ભરાયા હતા. ગોઠણ સુધી પાણી ભરાતા ગાર્ડન બંધ કરાયું હતું.
7/7
અમરેલીના રાજુલા પંથકમાં અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજુલામાં બે કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રાજુલાના વાવેરા, દિપડીયા, ધારેશ્વર, બરફટાણા, સારોડીયામાં વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદી તોફાની બની હતી. ધાતરવાડી 2 ડેમના આઠ દરવાજા ખોલી પાણી છોડાયું હતું. ડેમના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા.
Sponsored Links by Taboola