Mehsana Rain: મહેસાણા જિલ્લામાં સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ
Mehsana Rain: મહેસાણા જિલ્લામાં સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ
Continues below advertisement
મહેસાણા જિલ્લામાં વરસાદ
Continues below advertisement
1/5
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વિસનગર, સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વડનગર, વિજાપુર, બહુચરાજી, જોટાણા સહિતના તમામ તાલુકામાં ક્યાંક ધીમીધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/5
બહુચરાજી તાલુકાના મોઢેરા, કાલરી, દેલવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પહલે મોઢેરા-મહેસાણા હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
3/5
મહેસાણા-રાધનપુર રોડ પરની પાંચોટ ચોકડી પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
4/5
સતલાસણા અંબાજી હાઈવે પર આંબા ઘાટ પાસે વરસાદને લીધે ભુસ્ખલન થયુ હતું. રોડ પર મોટા મોટા પથ્થરો પડતા એક તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
5/5
બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને લીધે ઠેર ઠેર જળભરાવની સમસ્યા સર્જાઈ છે.
Continues below advertisement
Published at : 22 Jun 2025 05:57 PM (IST)