Kheda Rain: કાળા ડિંબાગ વાદળો વચ્ચે નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ
ખેડા જિલ્લામાં બપોરથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
નડિયાદમાં વરસાદ
1/5
ખેડા:હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. નડિયાદ શહેરમાં ધોધમાર વરસી રહ્યો છે.
2/5
નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસ, એસપી ઓફિસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
3/5
કાળા ડિંબાગ વાદળો અને પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા શહેરીજનોને ગરમીથી મોટી રાહત મળી છે.
4/5
સમયસર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા.
5/5
નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
Published at : 22 Aug 2025 05:01 PM (IST)