Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર

ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

1/9
ગીર સોમનાથ તાલુકાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન એટલે કે બે જ કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
2/9
સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ તો જાણે બેટમાં ફેરવાયું હતું. અહીંના કોળીવાડા વિસ્તારમાં તો 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. જેના કારણે પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
3/9
આ ઉપરાંત અનેક નાના-મોટા વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસતા વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ગીર ગઢડા તાલુકામાં પણ રાત્રી દરમિયાન મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
4/9
ગીર ગઢડામાં રાત્રીના બે વાગ્યાથી સવારે ચાર વાગ્યા દરમિયાન અંદાજિત પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
5/9
લાંબા સમયના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું. સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં તો 11 ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. બે દિવસથી વરસાદના કારણે સ્થાનિક નદી- નાળાઓમાં પણ નવા નીર આવ્યા હતા.
6/9
સૂત્રાપાડા તાલુકામાં વરસેલા મુશળધાર વરસાદના કારણે પ્રાંચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા હતા. પ્રાંચી તીર્થમાં બિરાજમાન માધવરાયજી ભગવાન પાણીમાં ગરકાવ થયા હતા. આ તરફ તાલાલા ગીરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગીર જંગલમાં મધરાતે બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
7/9
સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે
8/9
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લુણાવાડા શહેરમાં છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
9/9
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વરસાદને લઈ માંડવી બજાર હાટડીયા બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
Sponsored Links by Taboola