Gujarat Rain: 48 કલાક બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 48 કલાક બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પ્રતિકાત્મક તસવીર
1/6
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
2/6
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ બાદથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
3/6
આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/6
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.
5/6
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આજે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. વરસાદનું જોર હવે વધશે. કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે.
6/6
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.
Published at : 02 Sep 2025 02:00 PM (IST)