Heeraben Modi Passed Away: PM મોદીની માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદી તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા.
Continues below advertisement

ફાઇલ તસવીર
Continues below advertisement
1/9

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદી તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા.
2/9
માતાના નિધન બાદ હવે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે, બુદ્ધિથી કામ કરો અને શુદ્ધિની સાથે જીવન જીવો.'
3/9
આ પહેલા પીએમ મોદીએ પોતે ટ્વિટ કરીને લોકોને પોતાની માતાના નિધનની જાણકારી આપી હતી. માતાને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં વિરામ... માતામાં મેં હંમેશા ત્રિમૂર્તિનો અનુભવ કર્યો છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી...
4/9
પીએમ મોદીએ એકવાર લોકોને તેમની માતાની એક ખાસ આદત વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની માતા ક્યારેય ખોરાકનો બગાડ કરતી ન હતી અને તે પોતાની થાળીમાં જેટલુ જોઇએ તેટલું ભોજન લેતી હતી. તેણે થાળીમાં અન્નનો એક દાણો પણ છોડ્યો ન હતો.
5/9
પીએમ મોદી તેમની માતાની પણ વધુ નજીક હતા કારણ કે તેમણે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પરિવારનો ઉછેર કર્યો હતો.
Continues below advertisement
6/9
માતાના 100મા જન્મદિવસના અવસર પર પીએમ મોદીએ એક બ્લોગ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતું કે તેમની માતાએ તૂટેલા ઘરમાં છ સંતાનનો ઉછેર કર્યો હતો. તેમના પિતાનું અકાળે અવસાન થયું હતું.
7/9
તેમણે કહ્યુ હતું કે હું જ્યારે પણ દિલ્હીથી ગાંધીનગર જાઉં છું ત્યારે તેને મળવા આવું છું, તે મને પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે અને જેમ માતા નાના બાળકને ખવડાવીને તેનું મોં લૂછી નાખે છે, તેવી જ રીતે આજે મારી માતા પણ છે. મને કંઈક ખવડાવ્યા પછી પણ તે ચોક્કસપણે મારું મોં રૂમાલથી લૂછી નાખે છે. તે હંમેશા તેની સાડીમાં રૂમાલ અથવા નાનો ટુવાલ બાંધે છે.
8/9
આજે મારા જીવનમાં જે કંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કંઈ સારું છે તે મારા માતા અને પિતાની ભેટ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું ત્યારે મને ઘણી જૂની વાતો યાદ આવી રહી છે.
9/9
હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.
Published at : 30 Dec 2022 09:48 AM (IST)