Gujarat Rain: ખંભાતના લો પ્રેશરને કારણે આવતીકાલે રાજ્યના 14 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, ખેલૈયાઓ માટે ચિંતા

Tomorrow Rain update: ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Continues below advertisement

Tomorrow Weather Update: આવતીકાલે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેના માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Continues below advertisement
1/5
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ જ રીતે, સંઘ પ્રદેશ દીવમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
2/5
આ ઉપરાંત, રાજ્યના અન્ય 10થી વધુ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જેમાં સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.
3/5
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેના પગલે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી તેમજ કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
4/5
ભારે વરસાદ અને દરિયામાં પ્રવર્તતા તોફાની વાતાવરણને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ બંદરો પર LCS-3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
5/5
આ ઉપરાંત, માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના ટાળી શકાય. હવામાન વિભાગે લોકોને પણ સાવચેતી રાખવા અને જ્યાં જરૂર હોય ત્યાં જ મુસાફરી કરવાની સલાહ આપી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola