Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ વરસાદથી મોટાભાગના ડેમ, તળાવ ઓવરફ્લો થયા છે.
દ્વારકામાં વરસાદના કારણે મંદિરના પગથિયા પરથી પાણી વહેવા લાગતાં સુંદર દ્રશ્ય સર્જાયું હતું. વરસાદના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા ઘટીછે.
કચ્છના અબડાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અબડાસા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું હતું.અબડાસા ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી.
રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગીર સોમનાથના કોડીનારમાં 48 કલાકમાં 9 ઈંચ વરસાજ થયો છે. વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે.