Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ આજે ગુજરાત મુલાકાતે, જાણો તેમની સફર વિશે
President Election: દેશના 15મા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે અને 21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ગુજરાત ભાજપમાં પણ કવાયત શરૂ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNDA રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે અને ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂટણી થવાની છે. તે માટે ગુજરાતના ધારાસભ્યો વિધાનસભા ભવન ખાતે મતદાન કરશે.
આ ચૂંટણીના પગલે આજે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગર પહોંચી જવા અને ભાજપના તમામ MLAને આજથી 18 જુલાઈ સુધી ગાંધીનગર ના છોડવા સૂચના આપવામાં આવી છે.
દ્રોપદી મુર્મૂ 15 જુલાઈના રોજ આવવાના હતા. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદના પરિણામે આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. જેમાંથી 28 માન્ય રાખ્યા છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ મહિલા આદિવાસી ઉમેદવાર હોવાથી દ્રૌપદી મુર્મૂ ગુજરાતમાં વિપક્ષના આદિવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ કરશે.