Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનોખો વિરોધ, ઉંચકીને લઈ જવાયા બહાર, જુઓ તસવીરો

ગુજરાત વિધાનસભામાં વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો વિવિધ મુદ્દે હોબાળો કરીને વેલમાં ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, ગેનીબેન ઠાકોર, કાંતિ ખરાડી, નૌશાદ સોલંકી, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ઈમરાન ખેડાવાલા, બાબુ વાજા, ચંદનજી ઠાકોરને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસને વિનંતી કરતા કહ્યુ કે,ગૃહની ગરિમા જાળવી, ગૃહનું કાર્યવાહી આગળ ચાલવા દો. સિનિયર સભ્યો છો અને લોકોનું પ્રતિનિધિત્વ કરો છો.
અમિત ચાવડાએ સરકાર પર પ્રશ્નો કરતા જણાવ્યુ કે, લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાથી ભાગે છે. રાજ્યના 15 લાખથી વધુ કર્મચારીઓ રોડ પર આવી ગયા છે. તેમના પ્રશ્નોની ચર્ચા કરવાની કોંગ્રેસે માંગ કરી તો તેના માટે સમય નથી આપવો. ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો તેમને નથી સાંભળવા.
જિગ્નેશ મેવાણીએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.