નીતિન પટેલે સૌરાષ્ટ્રના ક્યા ગામમાં ચાની કીટલી પર ચા પીતાં પીતાં લોકો સાથે કરી ચાય પે ચર્ચા ?
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ગામ માં લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને પાટડી ગામનો વિકાસ થાય તેવા સતત પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરી અને વિકાસના કામોનું આજે વહેલી સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પાટડી ખાતે પહોંચ્યા છે અને કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતું. આ દરમિયાન નીતિન પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પાટડી જતા રસ્તામાં ચાય પે ચર્ચા કરી હતી જેની તસવીરો તેમણે પોસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચા પીતા પીતા સંવાદ કર્યો.”
નીતિન પટેલે બીજી તસવીરો પોસ્ટ કરી હતી જેમાં ટ્વીટ કર્યું હતું કે, “પાટડી ખાતે પાટડી નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ પ્રસંગે..”
નીતિન પટેલે ટ્વીટ કરેલી તસવીર.
નીતિન પટેલે ટ્વીટ કરેલી તસવીર.
નીતિન પટેલે ટ્વીટ કરેલી તસવીર.