Navsari Rain: પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો, ભયજનક સપાટી વટાવી

Navsari Rain: પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો, ભયજનક સપાટી વટાવી

પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો

1/5
નવસારી: હવામાન વિભાગે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરી હતી. આગાહી વચ્ચે આજે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
2/5
વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
3/5
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી વટાવી ગઈ છે. પૂર્ણા નદીની જળસપાટી 23 ફૂટ પર પહોંચી છે.
4/5
પૂર્ણા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નવસારી જિલ્લા પ્રશાસન તરફથી કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
5/5
નવસારી જિલ્લા પ્રશાસન તરફથી લોકોને એલર્ટ કરાયા છે. પૂર્ણા નદીનો આકાશી નજરો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે.
Sponsored Links by Taboola