1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 48મો સ્થાપના દિવસ ઉજવાશે
તેને અનુરૂપ, ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર-પશ્ચિમ) ઉજવણીના ભાગ રૂપે શ્રેણીબદ્ધ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર પ્રદેશમાં મુખ્યાલય અને તેના એકમો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે દેશભક્તિ, પર્યાવરણ અને અન્ય સંબંધિત જાહેર મુદ્દાઓ માટેના રાષ્ટ્રીય ઉદ્દેશ્યો સાથે જોડાયેલા છે.
છેલ્લા બે દિવસથી, પોરબંદર અને ઓખા ખાતેના જિલ્લા મથકોએ વિવિધ શાળાઓમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધાઓ અને આંતરશાળા પ્રશ્નોત્તરી જેવા કાર્યક્રમો માટે યુવા દિમાગને જોડ્યા છે.
ઈવેન્ટ્સે ICG ઓપરેશન્સ, ક્ષમતાઓ અંગે જાગૃતિને પ્રોત્સાહન આપ્યું અને સુરક્ષા જરૂરિયાતો અંગે યુવાઓ સાથે સંવાદ સાધ્યો.
ઉપરાંત યુવાનોને દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રની સેવા કરવા કોસ્ટ ગાર્ડમાં જોડાવા માટે પ્રેરિત કર્યા.