Gujarat Rain: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
અમદાવાદ: રાજ્યમાં દરેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેને લઈ આગામી સાત દિવસ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.
આજે અને આવતીકાલે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દાહોદ, અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે.
9 જૂનના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસશે.
10 જૂનના અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ વરસશે.
11 જૂનના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે 12 જૂનના આખું ગુજરાત પાણી-પાણી થશે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)