Monsoon Alert: આ વર્ષે વરસાદ વધુ પડશે કે ઓછો? 35થી વધુ હવામાન નિષ્ણાંતોએ કરી મોટી ભવિષ્યવાણી!
Rain Alert: કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ૩૧મો કાર્યક્રમ ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતોએ લીધો ભાગ એકંદરે ૧૬ આની ચોમાસુ રહેવાની કરાઈ આગાહી.
Gujarat Weather: જૂનના પ્રથમ સપ્તાહમાં પવન સાથે વરસાદની સંભાવના; ગયા વર્ષ કરતાં ઓછો વરસાદ રહેશે - રમણીક વામજા, ભીમાભાઇ ઓડેદરાએ સારા વરસાદની આગાહી કરી
1/5
Monsoon 2025: દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૧મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો એકત્ર થયા હતા અને આગામી ચોમાસાને લઈને પોતાના અનુમાનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
2/5
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ઉપસ્થિત મોટાભાગના આગાહીકારોએ આગામી ચોમાસાને લઈને એકંદરે સારું અનુમાન વ્યક્ત કર્યું હતું. પરિસંવાદમાં થયેલી ચર્ચાઓ અને રજૂ થયેલા મંતવ્યો મુજબ, આ વર્ષે ૧૬ આની ચોમાસુ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પરંપરાગત માપ મુજબ ખૂબ સારા ચોમાસાનો સંકેત છે.
3/5
ચોમાસાના પ્રારંભ અંગે વાત કરતા, મોટાભાગના નિષ્ણાંતોએ જૂનના પ્રથમ સપ્તાહમાં પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. જાણીતા હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ પણ પોતાના મંતવ્યમાં જણાવ્યું કે, જૂનના પ્રથમ સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે, તેમણે સાથે એમ પણ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસામાં ગયા વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે.
4/5
બીજી તરફ, ઘેડ પંથકના જાણીતા હવામાન નિષ્ણાંત ભીમાભાઇ ઓડેદરાએ પણ પોતાની પરંપરાગત પદ્ધતિઓ, જેમ કે પશુ પંખીની બોલી અને ખગોળીય ગતિવિધિઓને આધારે અનુમાન રજૂ કર્યું. ભીમાભાઇ ઓડેદરાએ આ ચોમાસામાં સારા વરસાદની આગાહી કરી હતી, જે રમણીક વામજાના ગયા વર્ષ કરતાં ઓછા વરસાદના અનુમાનથી થોડું અલગ પડે છે.
5/5
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષા વિજ્ઞાન પરિસંવાદ જેવા કાર્યક્રમો ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે, કારણ કે તેનાથી તેમને આગામી ચોમાસા અંગે પ્રાથમિક માહિતી અને અનુમાન મળી રહે છે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ આ કાર્યક્રમનો મૂળ હેતુ આપણા પ્રાચીન જ્ઞાન અને પરંપરાગત આગાહી પદ્ધતિઓને જાળવી રાખવાનો અને આધુનિક વિજ્ઞાન સાથે તેનો સમન્વય કરવાનો હોવાનું જણાવ્યું હતું.
Published at : 17 May 2025 03:24 PM (IST)