Navsari: નવસારી જિલ્લામાં આવેલો કેલીયા ડેમ થયો ઓવરફ્લો, જુઓ તસવીરો
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે. જિલ્લાના અનેક ડેમ ઓવરફ્લો થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનાવ્યો છે. હજીપણ મેઘરાજા અટકવાનું નામ લેતા નથી જેના કારણે નદી નાળા અને ડેમો છલકાય ગયા છે. આજે કેલીયા ડેમની સપાટી 113.45 મીટરને આંબી જતા કેલીયાડેમ ઓવરફ્લો થયો છે.
ડેમ ભરાવવાને લઈને 19 ગામોની ખેતીને લાભ થશે જોકે ઓવરફલોને કારણે 23 જેટલા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. જીવાદોરી સમાન જૂજ અને કેલીયા ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
કેલીયા ડેમ ઓવરફ્લો થતાની સાથે જ કુલ 23થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વાંસદા તાલુકાનું 1 ચીખલી તાલુકાના 16 ગણદેવી તાલુકાના 6 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના અપાય છે. હાલ ડેમમાં 263 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
ડેમમાં પાણીની આવક વધતાની સાથે જ નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.