તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ, પ્રથમ બોક્સનો ભાવ જાણી ચોંકી જશો ?

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ, પ્રથમ બોક્સનો ભાવ જાણી ચોંકી જશો ?

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ

1/6
Kesar Mango in Talala: ઉનાળાની ગરમી શરુ થતાની સાથે જ કેરીની સિઝનની શરુઆત થઈ ગઈ છે. તમામ શહેરોમાં હવે શાકમાર્કેટમાં પણ કેરી જોવા મળી રહી છે. તાલાલામાં પણ કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે.
2/6
રાજ્યના ઘણા માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ ગઇ છે. ત્યારે તાલાલાની કેસર કેરીની સમગ્ર ગુજરાતમાં આતુરતાથી રાહ જોવામાં આવે છે.
3/6
કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર છે કે તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.
4/6
તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીનો પ્રારંભ થયો છે. પ્રથમ બોક્સ ગાયોના ફાળામાં 12000 રૂપિયામાં વેચાયું હતું. આ સાથે જ બીજુ બોક્સ 9000 રૂપિયામાં ગાયોના ફાળામાં વેચાયું હતું.
5/6
જ્યારે તાલાલા મેંગો માર્કેટમાં ત્રીજુ બોક્સ 5500 માં ગાયોના ફાળામાં વેચાયું હતું. સરેરાશ કેસર કેરીનો ભાવ ₹600 થી લઈ અને 1,000 સુધી છે.
6/6
માર્કેટમાં કેરીના ફળ પર ભાવ નક્કી કરવામાં આવે છે. જેવું ફળ હોય તે પ્રમાણે કેરીના બોક્સના ભાવ નક્કી થતા હોય છે. તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કરીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે.
Sponsored Links by Taboola