Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/6
Gujarat Weather: ગુજરાતમાં હાલ તો કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં કાતિલ ઠંડીની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ બાદ હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત ઘટશે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 48 કલાક બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો વધશે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક બાદ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતા ઠંડીમાંથી આંશિક રાહત મળી રહી છે.
3/6
હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફુંકાઈ રહ્યા છે. આજે પવનની ગતિ પ્રતિ કલાક પાંચથી 15 કિલોમીટરની રહેશે. રાજ્યમાં સૌથી નીચું અમરેલીમાં છ ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.
4/6
અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.
5/6
22 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છે કારણ કે, આ સમય દરમિયાન તાપમાન ખૂબ નીચું જઇ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઇ શકે છે. કચ્છની વાત કરીએ તો આગામી 22 જાન્યુઆરીથી કચ્છમાં તાપમાનનો પારો ગગડતાં 10 ડિગ્રી સુધી નીચે તાપમાન જઇ શકે છે.
Continues below advertisement
6/6
રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં પણ 22 જાન્યુઆરી બાદ તાપમાન 10 ડિગ્રીની આસપાસ થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિવસના તાપમાનમાં પણ ધરખમ ધટાડો થતાં દિવસમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે.
Sponsored Links by Taboola