Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ સુધી સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.
2/6
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન પર એક હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેની અસરના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
3/6
અમદાવાદમાં હળવાથી મધ્યમ થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સુન ટ્રફ નોર્મલ પોઝિશનથી ઉત્તર તરફ પસાર થઈ રહ્યો છે. તેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટથી લઈને 8 ઓગસ્ટ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે.
5/6
ગુજરાતથી લઇને રાજસ્થાન સુધી હાલ ભાર વરસાદની શક્યતા નહિવત છે. કારણ કે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી.
6/6
રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 64 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં માત્ર 55 ટકા વરસાદ પડ્યો છે, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 66 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.12 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 67.55 ટકા વરસાદ નોંધાયો છે.
Sponsored Links by Taboola