દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

1/6
અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના મતે 1 જુન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. જો કે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
2/6
આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 17 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
3/6
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.જો કે ગાજવીજ સાથે વરસાદની આગાહીને લીધે માછીમારોને 1 જુન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
4/6
આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
5/6
તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
6/6
માછીમારોને આજથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવો વરસાદ વરસી શકે છે.
Sponsored Links by Taboola