Maharashtra Politics: ઉદ્વવ ઠાકરે, એકનાથ શિન્દે, શરદ પવાર, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાંથી કોણ છે વધુ પૈસાદાર ?
Maharashtra Politics: છેલ્લા કેટલાય દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિ અલગ જ રીતે વળાંક લઇ રહી છે. રાજ્યમાં તમામ મોટા પક્ષો એકસાથે આવી ગયા છે, વિપક્ષ બચ્યુ નથી. ખાસ વાત છે કે, અજિત પવારની બળવાખોરી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે અજિત પવારની સંપત્તિ કાકા શરદ પવાર કરતા બમણી છે. જુઓ અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પરના એફિડેવિટ મુજબ સીએમ એકનાથ શિન્દે પાસે 11 કરોડ 56 લાખ 12 હજાર રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ છે.
એફિડેવિટ અનુસાર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ 143.26 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. આમાં જંગમ અને સ્થાવર બંને મિલકતનો સમાવેશ થાય છે.
બીજીબાજુ મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમની વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસ પાસે 3.78 કરોડ રૂપિયાની સંપત્તિ છે, ફડણવીસની પત્ની અમૃતા મુંબઈ એક્સિસ બેન્કની વાઇસ પ્રેસિડેન્ટ છે.
એફિડેવિટ અનુસાર, NCP ચીફ શરદ પવારની કુલ સંપત્તિ માત્ર 32.73 કરોડ રૂપિયા છે.
પાંચમીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બનેલા અજિત પવાર પાસે કુલ જંગમ અને સ્થાવર સંપત્તિ 75.48 કરોડ રૂપિયા છે.