Valsad: વલસાડ જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો, 60થી વધુ કાર્યકર્તાઓ BJPમાં સામેલ

Valsad: વલસાડ જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો, 60થી વધુ કાર્યકર્તાઓ BJPમાં સામેલ

વલસાડ જિલ્લામાં કૉંગ્રેસને મોટો ઝટકો

1/5
વલસાડ: ગુજરાત કૉંગ્રેસને વલસાડમાં મોટો ઝટકો લાગ્યો છે. અહીં કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ સાંસદ ધવલ પટેલની હાજરીમાં કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ કેસરીયા કર્યા છે.
2/5
વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા.
3/5
વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા, માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિન્દ રાજ, વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ, ક્રિષ્ના ગુપ્તા સહીત 60થી વધુ કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે.
4/5
વલસાડમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના નેતાઓએ તમામને ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
5/5
વલસાડ જિલ્લા કૉંગ્રેસના 60થી પણ વધારે કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. વલસાડ જિલ્લામાં આ કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન છે.
Sponsored Links by Taboola