બજેટ 2020ને લઇને શું માની રહ્યા છે ઉદ્યોગપતિઓ? જાણો વિગતે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે 2.5 લાખ સુધીની આવક કરમુક્ત કરી હતી અને સાથે 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે તેવી જાહેરાત કરી હતી. અહી બજેટને લઇને ઉદ્યોગપતિઓ શું માની રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર વનેશ પંચાલે જણાવ્યું હતું કે, બજાર માટે બજેટ સારું છે કે ખરાબ એના કરતાં હું એમ કહીશ કે માર્કેટની અપેક્ષાઓ એટલી બધી હતી કે બજેટ બાદ તેમના માટે નિરાશ થવું સહજ હતું. મેં બજેટ અગાઉ મારા ગ્રાહકોને સ્પષ્ટપણે આમ જણાવ્યું હતું. બજેટમાં કેટલાક સારા સુધારાઓમાં ઈન્શ્યોરન્સ પ્રોટેક્શન, ડિજીટલ પેનિટ્રેશન અફોર્ડેબલ હાઉસિંગ અને આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. મધ્યમવર્ગને વ્યક્તિગત આવકવેરામાં એક નવો વિકલ્પ પોઝીટીવ બાબત છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ(ડીડીટી) હવેથી ડિવિડન્ડ મેળવનારે ચૂકવવાનો રહેશે. જે રોકાણકારો પર કર ભારણ વધારશે. જોકે સોવરિન વેલ્થ ફંડ્સને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર ૧૦૦ ટકા ટેક્સ રાહત, કો-ઓપ. સોસાયટીઝ પર ટેક્સ ઘટાડીને ૨૨ ટકા કરવા જેવા પગલાઓ સૂચવે છે કે સરકાર રોજગારી સર્જન પર ફોકસ કરી રહી છે. સમગ્રતયા જોઈએ તો બજેટ કોઈ ઈનોવેટિવ જોગવાઈ નથી ધરાવતું પરંતુ તેમાં કોઈ મોટી નેગેટિવ બાબત પણ નથી. હું ૧૦માંથી ૬ પોઈન્ટ આપીશ.
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ કહ્યું કે,બજેટમાં ગ્રામ્ય અર્થતંત્ર, ઇન્ફ્રસ્ટ્રક્ચર, એમએસએમઈ, અને સ્વાસ્થ્ય સેવાઓ પર વધારે ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. અમાંરુ માનવું છે કે આનાથી વિકાસ ને વેગ મળશે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ ની નાબૂદી, મધ્યમ વર્ગ માટે ઇનકમ ટેક્સ ની રાહતો, કરવેરા માળખાનું સરલીકરણ, અને અન્ય જાહેરાતો લોકોમાં અને અર્થતંત્ર માં નવા પ્રાણ ફૂંકશે. અમે આ વીકસશીલ બજેટનું સ્વાગત કરીયે છીએ.
બજેટ પર પ્રતિક્રિયા આપતા સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે આ બજેટ એક સંતુલિત બજેટ છે, અને તે મહત્વાકાંક્ષી ભારત, આર્થિક વિકાસ, અને કાળજી રાખનાર સમાજ ની રચના કરવામાં મદદરૂપ થશે. અમારું એમ પણ માનવું છે કે ડિજિટલઇઝેશન અસરકારક બનાવવા અને સર્વિસ સેક્ટરમાં ડિજિટલ ના વઘું ઉપયોગ માટે સરકારે રૅગ્યુલૅટરી સિસ્ટમ્સ માં સુધારા લાવવાની જરૂર છે. ઇનકમ ટેક્સ અને અન્ય ટેક્સમાં કરવામાં આવેલ સુધારાઓ નો અમે સ્વાગત કરીયે છીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -