આજે રાજ્યમાં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવતિકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.
ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે રવિવારે સતત બીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં કુલ 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વડોદરામાં પણ રવિવારે રાત્રે વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયાના સમાચાર છે. જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી છે.
આ પહેલા શનિવારે પણ રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ પણ આવું જ વાતાવરણ રહેવાની ધારણા છે. જો કે રવિવારે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. આકરી ગરમી વચ્ચે મહત્તમ તાપમાન 43.1 ડિગ્રીએ પહોંચ્યું હતું.