Rain Alert: રાજ્ય પરથી હજુ ખતરો ટળ્યો નથી, ત્રણ સિસ્ટમ સક્રિય છે, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ
gujarati.abplive.com
Updated at:
29 Aug 2024 03:27 PM (IST)
1
Rain Alert: આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ જાહેર કરાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
3
હવામાન વિભાગના અનુમાન મુજબ, 30 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
4
30 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં યલો અલર્ટ રહેશે.
5
31 ઓગસ્ટે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
6
માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.