લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા આ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
ગોસ્વામી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત નજીક પહોંચ્યું છે. આ લો પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામશે એવું લાગે છે. ગોસ્વામીના મતે, સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં 5થી 8 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. અહીં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.