Gujarat Weather: આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે
gujarati.abplive.com
Updated at:
21 Jun 2024 08:19 AM (IST)
1
ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આજે અમદાવાદ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં વરસાદ થઈ શકે છે.
3
વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
4
પાટણ જિલ્લાના હારીજ અને સમી તાલુકામાં ગુરુવારે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો. ભારે પવન અને વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે.
5
અડિયા, કુકરાણા અને બોતરવાડ ગામોમાં સૌથી વધુ વરસાદ અને પવનની અસર થઈ. આંગણવાડીના પતરા ઉડ્યા અને ઘણા વૃક્ષો ધરાશાયી થયા.