લા નીનાની અસરને કારણે આ વર્ષે ધમધોકાર વરસાદ પડશે, ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
આ વખતે લા નીનાની અસરને કારણે સારો વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીનું દબાણ, પવનની અસર, ખાડો વિસ્તારનો વિકાસ અને અન્ય ભૌગોલિક પરિબળો પૂરતા વરસાદ માટે જવાબદાર છે. જ્યારે આ વસ્તુઓ ઘટે છે ત્યારે વરસાદનું પ્રમાણ ઘટે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય હવામાનશાસ્ત્ર અનુસાર, દેશમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની ઋતુ માનવામાં આવે છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા 22 વર્ષ દરમિયાન 2006માં ચોમાસું 6 જૂનના રોજ નિયત સમય કરતાં ઘણું વહેલું રાજ્યમાં પ્રવેશ્યું હતું.
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી જશે. આજે એટલે કે 10 જૂનથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.
વાવાઝોડાની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાકનો અંદાજ લગાવ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.