કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 40 હજાર રૂપિયા જેટલી આર્થિક સહાય મળશે
'Student Entrepreneurship Policy: રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસીની અસરકારક અમલવારી માટે EDII (એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા) સાથે MOU કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત આર્ટ, સાયન્સ, કોમર્સ, બી.એડ, લો કોલેજો તથા ગ્રામ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા તથા તેઓને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્ય સરકારે ‘‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલીસી અમલમાં મુકવામાં આવેલ છે. આ પોલીસીની અસરકારક અમલવારી માટે જ આજે આ MOU કરવામાં આવ્યા છે.
આ પોલીસી અંતર્ગત પ્રારંભિક તબક્કે ૫૦૦ જેટલા નોડલ ઓફીસરની નિયુક્તિ કરીને કૉલેજમાં અભ્યાસ કરતા ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓને ઉદ્યોગ સાહસિકતા નીતિ પ્રોગ્રામ હેઠળ આવરી લઇ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે ૪૦,૦૦૦/- રૂપિયા જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓમાં રહેલા નવોન્મેષ વિચારો, સ્કીલ ને પ્લેટફોર્મ મળશે અને સમાજમાં નવા આંતરપ્રિન્યોર્સ તૈયાર થશે. આ MOU પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા.