Navratri 2022: જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબે ઘૂમ્યા, જુઓ તસવીરો

Navratri 2022: કોરોનામાં બે વર્ષ પછી રાજ્યમાં જાહેર નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે ઘણી જગ્યાએ મન મૂકીને ખેલૈયા ગરબે રમ્યા.

ગરબે રમતા હર્ષદ રિબડીયા

1/7
વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા.
2/7
પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.
3/7
રિબડીયા ઉપરાંત જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી સહિતના હોદ્દેદારો પણ ગરબે ઘૂમ્યા.
4/7
વિસાવદર શહેરમાં ગૌમાતા ના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ તમામ સાથે ગરબા રમ્યા હતા.
5/7
હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.
6/7
એવું માનવામાં આવે છે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી દ્રઢતા, શક્તિ, બલિદાન, પુણ્ય, સંયમ અને અનાસક્તિ વધે છે અને શત્રુઓને પરાજિત કરે છે અને તેમના પર વિજય આપે છે.
7/7
માતા બ્રહ્મચારિણીની કૃપાથી વ્યક્તિ સંકટથી ડરતો નથી, પરંતુ તેનો મક્કમતાથી સામનો કરે છે.
Sponsored Links by Taboola