Nine Vande Bharat Express: નવ નવી વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનોની એકસાથે ગિફ્ટ, વડાપ્રધાન મોદીએ બતાવી લીલી ઝંડી
Nine Vande Bharat Express: દેશભરમાં એક પછી એક વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી મળી રહી છે, લોકોની વચ્ચે આ ટ્રેનને સારો એવો રિસ્પૉન્સ પણ મળી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતને પણ આ વન્દે ભારત એક્સપ્રેસની ગિફ્ટ પીએમ મોદીએ આપી છે. આજે 24મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભેટ આપી છે. તે દેશના અનેક રાજ્યો અને શહેરોમાંથી પસાર થશે, ખાસ વાત છે કે, આ નવી વંદે ભારત ટ્રેનો આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં પહેલીવાર વડાપ્રધાને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એકસાથે 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ હાઈ સ્પીડ ટ્રેનો નવ જુદા જુદા રૂટ પર ચલાવવામાં આવશે. આનાથી આગમન વધુ આસાન બની જશે.
આ નવ ટ્રેનો અગિયાર રાજ્યો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં કનેક્ટિવિટી વધારશે.
રાજસ્થાનની સાથે સાથે ગુજરાત, તેલંગાણા, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળના હાવડા અને તમિલનાડુના ચેન્નાઈને 2-2 ટ્રેનો મળશે. ભારતીય રેલ્વેએ સોશ્યલ મીડિયા પર આ માહિતી શેર કરી છે.
આ વંદે ભારત ટ્રેનો તેમના ઓપરેશનલ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો ઘણો સમય બચાવવામાં મદદ કરશે. આ ટ્રેનના ઉમેરા સાથે રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસનું અંતર લગભગ 3 કલાક ઘટી જશે.
હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ 2.5 કલાકનું અંતર ઘટાડશે. જ્યારે તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ અંતર 2 કલાક ઘટાડશે. રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ અને જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 1 કલાકનું અંતર ઘટાડશે.
આ નવ ટ્રેનો છે ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા-ચેન્નાઈ (રેનીગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ એક્સપ્રેસ. ભારત એક્સપ્રેસ રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ, રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ અને જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ છે.